એનાલિસિસ:સ્ટ્રેસ, બેઠાડું જીવન, ફાસ્ટ લાઈફથી 40 સુધીની વયના યુવાનોમાં હાર્ટની તકલીફોનું પ્રમાણ વધ્યું - INDIAN RURAL DOCTOR'S ASSOCIATION

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 19 December 2022

એનાલિસિસ:સ્ટ્રેસ, બેઠાડું જીવન, ફાસ્ટ લાઈફથી 40 સુધીની વયના યુવાનોમાં હાર્ટની તકલીફોનું પ્રમાણ વધ્યું

દર અઠવાડિયે આવતાં હાર્ટ ફેલ્યોરના 20 ટકા દર્દી આ વય જૂથના હોય છે ફાસ્ટ લાઇફ, સ્ટ્રેસ અને બેઠાડું જીવનને લીધે છેલ્લાં કેટલાંક વર્ષોમાં નાની વયના લોકોમાં હૃદયની બીમારીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને યુવાનોમાં કાર્ડિયોવાસ્કયુલર ડિસીઝ વધતાં નાની ઉંમર, ઝડપથી વધતો રોગને લીધે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે, તેમજ આ રોગમાં ઉચ્ચ મૃત્યુદર ચિંતાનો વિષય છે. જો કે, લાઇફ સ્ટાઇલમાં બદલાવની સાથે નિયમિત સારવારથી હાર્ટ ફેલ્યોરની સ્થિતિને કંટ્રોલ કરી શકાતું હોવાનું કાર્ડિયોલોજિસ્ટ જણાવી રહ્યા છે. એક ખાનગી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ વિભાગના વડા ડો. રાજ વાધેર જણાવે છે કે, હાર્ટ ફેલ્યોરની બીમારીમાં દર્દીના હૃદયમાં લોહીનું પમ્પિંગ કરતાં સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડી જાય છે. હોસ્પિટલમાં દર અઠવાડિયામાં હાર્ટ ફેલ્યોરના વિવિધ કક્ષાના 20થી 25 ટકા દર્દી સારવાર માટે આવે છે . જેમાં મોટેભાગે બેઠાડંુ, ફાસ્ટ લાઇફ સ્ટાઇલ, વધુ સ્ટ્રેસ તેમજ ખાવાની ખોટી આદતોને કારણે 10થી 12 ટકા યુવાનોમાં હાર્ટ ફેલ્યોરની તકલીફ સેેકન્ડરી સ્ટેજથી લઇને એડવાન્સ્ડ તબક્કામાં હોય છે. ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. કમલ શર્મા જણાવે છે કે, કાર્ડિયોલોજિસ્ટ સાથે ઊંડાણપૂર્વકની ચર્ચા કરીને જો લક્ષણોમાં વધારો થાય તો એક્શન પ્લાન બનાવી શકાય છે. નિયમિત પ્રવૃત્તિઓ અને ડાયેટ પ્લાન્ટ બનાવવો જોઇએ. તેમજ જીવનશૈલીમાં ફેરફારથી દર્દીને હોસ્પિટલ થવાનું પ્રમાણ મૃત્યુદર અને બીમારીને ઘટાડી શકાય છે. ડાયાબિટીસથી આંખ, કિડનીના રોગનું જોખમ વધ્યું ડાયાબિટીક રેટીનાપથીના 50 ટકા દર્દીને લાંબે ગાળે કિડની ક્રોનિક ડીસીઝ થવાની શક્યતા રહેલી હોય છે. કારણ કે, કિડની ક્રોનિક ડિસીઝ અને ડાયાબિટીક રેટિનોપેથીના દર્દીને સુગરના વધુ પ્રમાણથી શરીરમાં નાની રક્તવાહિનીઓને નુકસાન થાય છે. જેથી દર્દીને ઉંમરની સાથે વધતાં મોતિયો, રેટિનોપેથી, ગ્લુકોમા અને મેક્યુલર ડિજનરેશન તેમજ આધેડ અને વૃદ્ધોમાં અંધત્વ આવી શકે છે. આંખના સર્જન ડો. અલય બેંકર જણાવે છે કે, રેટિના અને કિડની એ છેલ્લી ધમનીઓ છે, જેમાં સૌથી નાની રુધિરવાહિનીઓ હોય છે, તેથી જો એકને અસર થતાં બીજી ધમનીને અસર થવાની સંભાવના હોય છે. ડાયાબિટીક રેટિનોપેથીથી પીડાતા 30થી 40 ટકા લોકોમાં જો ડાયાબિટીસ કાબૂમાં ન આવે તો ભવિષ્યમાં કિડનીની સમસ્યા થઇ શકે છે. દૃષ્ટિ ગુમાવવાનો ખતરો 7 ગણો વધે છે આંખના સર્જન ડો. પાર્થ રાણા જણાવે છે કે, કિડની ફેલ્યોરના મોટાભાગના કિસ્સામાં મૂળ કારણ ડાયાબિટીસ હોય છે, ડાયાબિટીક રેટીનાપથીના 50 ટકા દર્દીને લાંબેગાળે ક્રોનિક કિડની ડિસીઝ થઇ શકે છે. ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતા દર્દીઓને આંખની સમસ્યાની સાથે દ્રષ્ટિ ગુમાવવાની શક્યતા બે થી સાત ગણી વધારે છે.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages